દુબઇ પ્રવાસ બાદ કિંજલ દવે હવે આ દેશના પ્રવાસે,તેઓ જે જલસા કરી રહ્યા છે તે તસવીરો જોઈને તમે પણ કહેશો કે…

0
173

ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હર કોઈ પોતાના પરિવાર સાથે ફરવા જવાનું ઈચ્છતા હોય છે. હાલ, મોટાભાગના ગુજરાતી કલાકારો વિદેશી ટૂરનો આનંદ માણી રહ્યા છે. તમે જાણતા જ હશો કે ગુજરાતના મોટાભાગના કલાકારો વિદેશ ફરવા જઈ રહ્યા છે. ત્યારે વાત કરીએ કિંજલ દવેની….

તેઓ આજકાલ ખૂબ જ લોક ચર્ચામાં છે. થોડા સમય પહેલાં જ કિંજલ દવે પોતાના ભાવિ પતિ સાથે દુબઈ ની મુલાકાતે હતી, ત્યારે તેમણે અલગ-અલગ પોઝ સાથેના પોતાના ફોટાઓ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. ત્યારે તેઓ ફરી એકવાર અમેરિકા ફરવા ગયા છે. કિંજલ દવે અમેરિકાના મિયામી શહેરમાં ગયા હતા. ત્યાંની તસવીરો પણ તેમણે શેર કરી હતી. પોતાની અવનવી તસવીરો શેર કરીને તેઓ તેમના ફેન્સ સાથે સંપર્ક સાધી રહ્યા છે.

કિંજલ દવે અલગ અલગ જગ્યાએ જઈને અલગ-અલગ ફોટા પાડી રહ્યા છે અને તે પોતાના ફેન્સ સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે તમને એ પણ જણાવી દઈએ કે, કિંજલ દવેની અમેરિકાની આપ પહેલી સફર નથી, તેઓ આ અગાઉ પણ અમેરિકાની મુલાકાત લઇ ચુક્યા છે. કિંજલ દવે એ પોતાના ફોટા અપલોડ કરી કેપ્શન લખ્યુ હતું કે, “તમારું હૃદય ખરેખર બિનશરતી પ્રેમીની અમૂલ્ય લાગણી ને પાત્ર છે જે ફક્ત તમારા તરફથી જ આવી શકે છે…”

કિંજલ દવેના ફેન્સ પણ તેમને ખુબ જ પ્રેમ આપી રહ્યા છે. હંમેશા સોશિયલ મીડિયામાં એક્ટીવ રહીને તેઓએ મોટી લોકચાહના ઊભી કરી છે. ત્યારે તમને જણાવી દઈએ કે માત્ર કિંજલ દવે જ નહિ, પરંતુ અન્ય ગુજરાતી કલાકારો પણ વિદેશનો પ્રવાસ કરી રહ્યા છે.

થોડા સમય પહેલા જ ભુવાજી અને કવિરાજ પોતાના પરિવાર સાથે વિદેશની ટૂર પર ગયા હતા. અને નવવિવાહિત અલ્પા પટેલ પણ પોતાના પતિ સાથે અંદમાન નિકોબારની ટુર પર ગયા હતા. આ તમામ કલાકારોની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.