કેસર કેરીની બજાર માં ધમાકેદાર થઇ એન્ટ્રી, કેસર કેરીનો મધુર સ્વાદ માણવા માટે ચૂકવવા પડશે આટલા બધા રૂપિયા,જાણો કેરી ના નવા ભાવ

0
1959

વિશ્વભરમાં પ્રખ્યાત ગીર પંથકની કેસર કેરી ની બજારમાં જોરદાર ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને કેસર કેરીની હરાજીનો વિધિવત રીતે પ્રારંભ ત્રણ દિવસ પહેલાં થઈ ગયો છે. ગીર ની પ્રખ્યાત કેસર કેરીનો ભાવ માં પાછલા તમામ વર્ષોનું રેકોર્ડ તોડ્યો છે અને હરાજીના પ્રથમ જ દિવસે સારી કેરીના બોક્સ નો સર્વોચ્ચ પંદરસો રૂપિયા જેટલો ભાવ બોલવામાં આવ્યો હતો.

આપણે એ પણ જણાવી દઈએ કે હરાજીના પ્રથમ જ દિવસે પ્રથમ બોક્સ હજાર રૂપિયામાં વેચવામાં આવ્યું હતું અને તે રૂપિયા ગૌશાળાના લાભાર્થે વાપરવામાં આવ્યા હતા અને આપને જણાવી દઇએ કે દર વર્ષે આ વિધિવત રીતે કાર્ય થાય છે. છેલ્લા બે વર્ષથી વાતાવરણની અનિયમિતતાને કારણે કેસર કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે અને તેના કારણે ભાવ ઊંચકાયા છે.

આપને એ પણ જણાવી દઈએ કે તાલાલા માર્કેટયાર્ડમાં આ વર્ષે માત્ર 2600 બોક્સની હરાજી કરવામાં આવી હતી. જે ગયા વર્ષની સરખામણીએ ત્રણ હજાર બોક્સ ઓછા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વિશ્વભરમાં ફળોના રાજા તરીકે ઓળખાતી ગીર પંથકની કેસર કેરીની હરાજીનો ત્રણ દિવસ પહેલા થી તાલાલા એપીએમસી ખાતે વિધિવત રીતે શરૂઆત થઇ ચૂકી છે.

આપને જણાવી દઇએ કે કેસર કેરીના પ્રતિ બોક્સના ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 1500 રૂપિયા બોલાય રહ્યા છે જેમાં નાના અને મધ્યમ કેરીના ફળ ના એક બોક્સ ના ભાવ 700 થી 800 રૂપિયા બોલાય રહ્યા છે અને ગીર પંથકમાં પ્રતિકૂળ હવામાન અને ગયા વર્ષના વાવાઝોડાના કારણે કેસર કેરી ને ગ્રહણ લાગ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે.

દર વર્ષે આંબાના એક એક બગીચામાંથી 300 થી 400 બોક્સ કેરીના રાશિમાં આવતા હોય છે જેની સામે આ વર્ષે માત્ર 15 થી 60 બોક્સ જ આવવાની ધારણા કરવામાં આવી છે. જોકે આ વર્ષની સીઝન 15 જૂન સુધી લાંબી ચાલે તેવી સંભાવના લાગે છે પરંતુ તે પ્રમાણ માં કેસર કેરી ની આવક ઘણી ઓછી જોવા મળશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.