આ વર્ષે કેસર કેરી ના ભાવ આસમાને,કેરી ના મધુર સ્વાદ ને માણવા ચૂકવવા પડશે આટલા રૂપિયા

0
126

ઉનાળાની ઋતુ આવે એટલે ફળોનો રાજા કેરી ખાવાનું દરેક લોકોને મન થતું હોય છે. મનમાં કેરીના કટકા અને કેરીની મીઠાશ અને કેરી ખાવાની તાલાવેલી જાગે છે. છેલ્લા થોડા વર્ષોમાં બદલાતા વાતાવરણને અસરના કારણે કેરીની મીઠાસ થોડી ઓછી થઈ ગઈ છે. ગયા વર્ષમાં વધુ પડતી ઠંડીના કારણે અને વાવાઝોડાના કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું હતું અને આ વર્ષે વધુ પડતી ગરમીના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

નવસારી જિલ્લામાં બાગાયતી પાકોમાં કેરી મુખ્ય ભાગ છે. અહીં આંબાવાડીઓમાં કેસર અને હાફુસ અને રાજાપુરી સહિત કેરીની અનેક જાતો હોય છે જેને ખાસ કરીને નવસારી કેસરની સમગ્ર ભારતમાં માંગ રહે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી કેરીના ફલીનીકરણ સમયે પડતી વધુ પડતી ઠંડી ના કારણે મંજરી કાળી પડી ને ખરી હતી હોય છે.

આ વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ઠંડી નું પ્રમાણ ઓછું રહ્યું હતુ પણ માર્ચ શરૂ થતાં જ ગરમીમાં અસહ્ય વધારો જોવા મળ્યો હતો.જેથી મંજરી ફૂટીને ખરી ગઈ પણ જયારે ફળ લાગવાની શરૂઆત થઈ ત્યારે 38 થી 48 ડિગ્રી તાપમાન ને ફલીનીકરણ ની પ્રક્રિયા ને અસર કરતા ફળ ના રહેવાથી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

સાથે જીવાત અને ફૂગ જન્ય રોગ પણ કેરીના ઉત્પાદન ને અસર કરે છે.જ્યારે ફળ નાના રહેવાના કારણે બજારમાં ભાવ પણ ઓછા મળશે અને ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાની સંભાવના પણ સેવાઇ રહી છે.આથી આ વર્ષે 20 ટકા ઉત્પાદનનો અંદાજ છે અને તેમ જ એક મહિનો કેરી મોડી આવશે.

આ વર્ષે 10 કીલોના એક બોક્સ ના ભાવ 700 રૂપિયા થી લઈને 1500 રૂપિયા સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણની અનિયમિતતાના કારણે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે. બીજી તરફ વાતાવરણમાં ફેરફારના કારણે આ વર્ષે ગરમીમાં પણ વધારો થયો છે અને ગરમીના વધારાના કારણે નવી કૂંપળો પણ ફૂટવા માંડી છે.જેથી જે પોષણ કેરીના પાકને મળવું જોઈએ પોષણ કૃપાળુ ખાઈ જાય છે. જેના કારણે ફળ નાના રહે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.