Breaking News

યુરોપની સ્ટાઈલમાં બનાવવામાં આવ્યો છે કંગનાનો બંગલો, અંદરની તસવીરો મન મોહી લેશે…….

મુંબઈને PoK કહેનાર તથા ડ્રગ્સ કેસમાં બોલિવૂડને બદનામ કરનાર કંગના રનૌત છેલ્લાં કેટલાંક મહિનાથી સતત વિવાદમાં છે. હાલમાં તે મનાલીમાં છે. જોકે, તે મનાલથી મુંબઈ પરત ફરશે તે નક્કી છે. મુંબઈ તેની કર્મભૂમિ છે.2019માં ફોર્બ્સ મેગેઝીનમાં કંગનાની વાર્ષિક કમાણી 17 કરોડ રૂપિયા હતી. તેની બહેન રંગોલી આ વાત પર ભડકી હતી. તેણે ટ્વીટમાં કહ્યું હતું કે ફોર્બ્સે કંગનાની જેટલી કમાણી છે, તેનાથી વધુ તે ટેક્સ ભરે છે.

કંગના 96 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિની માલકિન, ક્યારેક એક બેડરૂમના ફ્લેટમાં રહેતી હતી કંગના બોલિવૂડની સૌથી મોંઘી એક્ટ્રેસ, એક ફિલ્મ માટે 17-18 કરોડ રૂપિયા લેતી હતી.કંગના રણૌતે તાજેતરમાં જ પોતાના વતન મનાલીમાં એક આલીશાન બંગલો બનાવ્યો છે. આ ડ્રીમ હાઉસને લઇને વિવિધ પ્રકારના સમાચારો આવતા રહ્યા હતા પરંતુ હવે કંગનાના આ આલિશાન બંગલાની તસવીરો સામે આવી છે એ પણ ઘરની અંદરની એવું કહેવામા આવે છે કે કંગનાના આ ઘરની કિંમત 30 કરોડ રૂપિયા છે.

કંગનાના આ ઘરના ઇન્ટિરિયર પર બહુ મહેનત કરવામા આવી છે. આ ઘર કંગનાની દેખરેખ હેઠળ જ બનાવવામા આવ્યું છે.કંગનાએ પોતાના આ ઘરની જમીન ફિલ્મ ‘ક્વીન’ હિટ થયા બાદ ખરીદી હતી. એ સમયે આ જમીનની કિંમત 10 કરોડ રૂપિયા હતી.શુભમ ગુપ્તાએ આ ઘરની ડિઝાઇન કરી છે. ઉપરાંત એમણે આ ઘરનું ઇન્ટિરિયર યુરોપિયન કલ્ચર સાથે હળતું મળતું બનાવ્યું છે.

કંગના પોતાના સ્વાસ્થ્યું બહુ ધ્યાન રાખે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ઘરમા જ જિમ અને યોગ માટે સ્પેશિયલ સ્પેસ રાખવામાં આવી છે.કંગનાના આ શાનદાર બંગલાની છત પર ગંભીરતાથી કામ કરાવવામા આવ્યું છે. આખી છત ગ્લાસથી તૈયાર કરવામા આવી છે. અહીંથી પહાડોનો નજારો ઉઠાવી શકાય છે.કંગનાની છેલ્લી ફિલ્મ ‘સિમરન’ ફ્લૉપ ગઇ હતી. હવે ચાલુ વર્ષે ‘મણિકર્ણિકાઃ ધી ક્વીન ઑફ ઝાંસી’ અને ‘મેન્ટલ હૈ ક્યા’ રિલીઝ થશે. ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’માં કંગના સાથે રાજકુમાર રાવ કામ કરી રહ્યા છે. ફિલ્મ ક્વીનમાં બંનેએ સાથે કામ કર્યું હતું.

કંગના બોલિવૂડની સૌથી વધુ ફી લેનારી એક્ટ્રેસ છે. ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહનના મતે, કંગના એક ફિલ્મ માટે સામાન્ય રીતે 17-18 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અપકમિંગ ફિલ્મ ‘ધાકડ’ માટે તેણે 21 કરોડ રૂપિયા લીધા છે. જ્યારે જયલલિતાની બાયોપિક ‘થલાઈવી’ માટે પણ 21-22 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. કંગના બાદ દીપિકા બોલિવૂડની સૌથી મોંઘી એક્ટ્રેસ છે. તે એક ફિલ્મ માટે 11-12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

અતુલ મોહનના મતે મોટા સ્ટાર્સને બ્રાન્ડ ઍન્ડોર્સમૅન્ટ માટે વર્ષે 3-8 કરોડ રૂપિયા મળે છે. કંગના બોલિવૂડની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ છે. તે અન્ય એક્ટ્રેસિસની તુલનાએ વધુ ચાર્જ કરે છે. 2019-20ના રિપોર્ટ પ્રમાણે, કંગના આદિત્ય બિરલા ગ્રુપની લીવા, સિગ્નેચર માસ્ટરપીસ ડિઆગો, ઈમામી બોરોપ્લસ, ખાદીમ તથા ફેશન ડિઝાઈનર અનિતા ડોગરેની ગ્લોબલ દેસીની બ્રાન્ડ એમ્બેસેડર છે.

કંગના પાસે ત્રણ ઘર છે કંગનાએ માર્ચ 2013માં ખાર વેસ્ટની આર્કિટ બ્રીજ નામની બિલ્ડિંગમાં ત્રણ ખરીદ્યા હતા. ફ્લેટ નંબર 501, 502 તથા 503 અને એરિયા ક્રમશઃ 797, 711 તથા 459 સ્કેવરફીટ છે. કંગનાના આ ત્રણેય ફ્લેટની કિંમત ક્રમશઃ 5.5 કરોડ, 5.25 કરોડ તથા 3.25 કરોડ છે. ત્રણેય ફ્લેટની કુલ કિંમત 14 કરોડ રૂપિયા છે. કંગનાએ આ ફ્લેટ હેરિટેજ એનબિલ્ડ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ખરીદ્યા હતા. હેરિટેજે 2011માં આ પ્રોપર્ટી નિહાર કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ખરીદી હતી.કંગનાએ 2017માં પાલી હિલ સ્થિત પર ત્રણ માળની બિલ્ડિંગ ખરીદી હતી. આ માટે કંગનાએ 20 કરોડ રૂપિયા આપ્યા હતા. આ બિલ્ડિંગને કંગનાએ ઓફિસ તથા સ્ટૂડિયોમાં ડેવલપ કરાવ્યો હતો. આ બંગલાનું નામ મણિકર્ણિકા છે. આની પાછળ કુલ 48 કરોડરનો ખર્ચ થયો છે. BMCએ આ જ બંગલામાં તોડફોડ કરી હતી.

કંગનાએ માત્ર 21 વર્ષની ઉંમરમાં પોતાની પહેલી કાર BMW 7 સીરિઝ ખરીદી હતી. હાલની તારીખમાં આ કારની કિંમત 1.35થી 2.44 કરોડની વચ્ચે છે. જોકે, 2008માં આ કારની કિંમત થોડી ઓછી હશે.કંગનાએ બીજી કાર 2019માં ‘જજમેન્ટલ હૈ ક્યા’ની રિલીઝ બાદ ખરીદી હતી. આ કાર કંગનાએ મનાલી સ્થિત ઘર માટે ખરીદી છે. મર્સિડિઝ બેન્ઝ GLE ક્લાસ SUVની કિંમત 73.7 લાખથી 1.25 કરોડ રૂપિયાની વચ્ચે છે.

About bhai bhai

Check Also

આર્યન ખાન માટે જેલ માં કેમ મોકલવામાં આવ્યા પૈસા,કારણ જાણીને તમે પણ ચોંકી જશો

મિત્રો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનનો કેસ આ સમયે ઘણી હેડલાઇન્સમાં છે એનસીબી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *