Breaking News

યુવા અવસ્થામાં આવતી છોકરીઓએ માસિક વિશેની આટલી માહિતી ગાંઠ મારી લેવી જોઈ જાણીલો આ વિશે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, માસિક સ્વચ્છતા દિન નિમિત્તે એવરટીન નામની સંસ્થાએ એક સર્વે હાથ ધર્યો હતો. તે મુજબ, માસિક હવે બહુ પ્રતિબંધિત વિષય રહ્યો નથી. દિલ્લી, મુંબઈ, બેંગ્લુરુ અને હૈદરાબાદની૨૫-૩૫ વર્ષની મહિલાઓ- કામકાજી ૨,૪૦૦ મહિલાઓ પર આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

તેમાંથી ૬૭.૭ ટકા મહિલાઓ માને છે કે હિન્દી ફિલ્મ ‘પેડમેન’એ લોકોને હવે સાર્વજનિક રીતે માસિક વિશે વાત કરતાં કરી દીધાં છે. આમ, માસિક વિશે વાત કરવામાં મહિલાઓને કે પુરુષોને સંકોચ રહ્યો નથી.

નિષ્ણાતો કહે છે કે કન્યાએ તેના પહેલા માસિક વિશે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. એફએલઓએચટેમ્પન્સનાં સ્થાપક અને સી.ઇ.ઓ. ગૌરી સિંહલ તથા મોમસ્પ્રેસો ખાતે ગાયનેકૉલૉજી અને ઑબસ્ટેટ્રિક્સ કન્સલ્ટન્ટ શેલી સિંહ સૂચવે છે કે તમે તમારી દીકરીનું પહેલું માસિક આવવાનું હોય ત્યારે તેને કેવી રીતે સુવિધાજનક બનાવી શકો:

તેને કહો કે તેણે માસિકથી દૂર ન ભાગવું જોઈએ. તમે જેટલી વાર આ વાતને કહી શકો તેટલી વાર કહો. ભારતમાં ગર્ભાવસ્થાની તો ઉજવણી થાય છે પરંતુ ગર્ભાવસ્થા માટે જે કારણરૂપ છે તે માસિકની ઉજવણી નથી થતી. હવે આ સામાજિક કુરીતિમાંથી બહાર નીકળવાની જરૂર છે. નવી પેઢી હવે મુક્ત રીતે માસિક વિશે વાત કરી શકવી જોઈએ. અગાઉ જે રીતે મહિલાઓ માસિકને જોતી હતી તેના કરતાં હવે દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. આમ કરવાથી ખરેખર તો દુનિયા બદલવામાં એક નાનકડું પ્રદાન થશે!

આ ઉપરાંત જાહેરખબરોની દુનિયામાં પણ જે દર્શાવાય છે તે માસિકનું ખોટું ચિત્રણ કરે છે. તેઓ માસિકને દર્શાવવા ભૂરો રંગ વાપરે છે. તે ક્યાંક માસિક માટે શરમનું પરિચાયક છે. તમારી દીકરીને જણાવો કે માસિક લાલ રંગનું હોય છે. લોહી લાલ રંગનું હોય છે. તેનાથી શરમ અનુભવવાની જરૂર નથી. માસિક એ માતા અને દીકરીઓ વચ્ચે રહસ્ય ન રહેવું જોઈએ. ભાઈઓ અને પિતાની હાજરીમાં પણ તમે તેની મુક્ત મને વાત કરી શકતા હોવા જોઈએ.

આ સમય દરમિયાન સ્વચ્છતા ખૂબ જ મહત્ત્વની છે. ટેમ્પન (માસિકના લોહીને શોષવા માટે યોનિમાં નાખવામાં આવતું કૂણી સામગ્રીનો પ્લગ) અને પેડ, માસિકના પ્રવાહના આધારે દર ચારથી આઠ કલાકે બદલવાં જ જોઈએ. જ્યારે તે વૉશરૂમ જાય ત્યારે દર વખતે તેણે પોતાની યોનિ સાફ કરવી જોઈએ અને પોતાને સ્વચ્છ રાખવી જોઈએ કારણકે માસિકના લોહીથી ચેપ લાગી શકે છે અને દુર્ગંધ પણ આવી શકે છે. માસિક દરમિયાન બેક્ટેરિયાનો ચેપ કે વેજિનાઇટિસ થવો સરળ છે. સ્વચ્છતા માટેનાં ઉત્પાદનોનો નિકાલ કરવાનું પણ તમારી કન્યાને શીખવાડો. પેડને સમાચારપત્રના કાગળમાં વીંટાળી અને તેને કચરાપેટીમાં નાખી દો. તેને સંડાસમાં ફ્લશ ન કરો.

અલગ-અલગ મહિલાઓ અલગ-અલગ તીવ્રતાનું દર્દ આ સમયગાળા દરમિયાન અનુભવે છે. તમારી દીકરીને કહો કે માસિક એ મોટા થવાનીપ્રક્રિયાનો એક સામાન્ય ભાગ જ છે. તેમાં અનોખું કે અજૂગતું કંઈ નથી. તેમાં આંચકો, પીઠનોદુઃખાવો, સાથળમાંદુઃખાવો અને માથાનો દુઃખાવો થઈ શકે છે. તમારે આયુર્વેદ સંબંધિત દવાઓ આ પ્રકારના દુઃખાવાને દૂર કરવા લેવી જોઈએ. યોગ અને કસરતથી પણ આ દુઃખાવાનો સામનો સરળ રીતે કરી શકાય છે.

તેને હળવી બનાવો. તેને કહો કે માસિક પડે તેનાથી ગભરાવાની જરૂર નથી. જ્યારે તે આવે ત્યારે તેણે તરત જ તેની પેન્ટી કાઢીને નવી પહેરી લેવી જોઈએ. ઉપરાંત તેને કહો કે તેની ઉંમરની અને તેના વર્ગની બીજી છોકરીઓને પણ આવું જ થતું હશે. એટલે આનાથી ડરવાની કે આઘાત પામવાની જરા પણ જરૂર નથી. આ એક કુદરતી પ્રક્રિયાનો ભાગ છે. તે હવે ધીમેધીમે મોટી થઈ રહી છે. આ માત્ર તેની સાથે જ થાય છે તેવું નથી.

બીજું એક એવું પણ છે કે માસિક દરમિયાન કંઈ કામ ન થઈ શકે. આ એક હિન્દુ પરંપરા માની લેવાઈ છે. હકીકતે તો આ એક એ જ રીતની સલાહ છે જે રીતે પગે વાગ્યું હોય તો પથારીમાં આરામ કરવા કહેવાય છે, સ્વાઇન ફ્લૂ થયો હોય તો ભીડમાં ન જવા કહેવાય છે. મંદિરે પૂજા ન કરવા જવા પાછળનું કારણ કોઈ ‘અપવિત્રતા’ નથી, પરંતુ મંદિરમાં શિવલિંગ કે અન્ય મૂર્તિઓનાં વાઇબ્રેશન સહી ન શકે. બીજું કે ભીડ હોય તો સરળતાથી ચેપ લાગી શકે તેમ હોય છે. ત્રીજું કે, માસિક દરમિયાન સ્ત્રીને આમ પણ અસહજતા અને દુઃખાવો અનુભવાતો હોય ત્યારે તે વધુમાં વધુ આરામ કરે તે માટે આ પ્રકારની પરંપરા ઊભી કરાઈ હતી. પરંતુ આ સલાહ જ છે.

તમને ડાયાબિટીસ થયો હોય અને તમને ગળપણવાળી વાનગીઓ ન ખાવા કહેવામાં આવે તો તે પરંપરા નથી, તમારા આરોગ્યને ધ્યાનમાં રાખીને સલાહ છે. તમે ખાવ તો કંઈ પાપમાં નથી પડી જતા, પણ હા, તમારો ડાયાબિટીસ વધી શકે છે અને તેના કારણે તમને તકલીફો ઊભી થઈ શકે છે.

માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓમાં થતી અહેમ પ્રક્રિયા છે. એક સ્ત્રીના સારા સ્વાસ્થ્ય માટે તેમાં નિયમિતતા જળવાય તે ખુબ જ જરૂરી છે. માસિકધર્મ દરમિયાન પેટ અને કમર વગેરે જેવા દુઃખાવા શરીરમાં થતા હોય છે. પરંતુ જો સાવચેતી રાખવામાં આવે તો તે સમસ્યામાં રાહત મળી શકે છે. મિત્રો આજે અમે આ લેખ દ્વારા ખુબ જ મહત્વની બાબત કહેવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને સ્ત્રીઓ માટે શેર કરવા જઈ રહ્યા છીએ. ગંભીર સમસ્યાનો સામનો તેમજ પીરીયડ્સ દરમિયાન શું ન ખાવું, યોગા , કસરત કરાવી કે નહિ તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મિત્રો ઘણી છોકરીઓમાં આ વિષય પર જાગૃતતા ન હોવાને કારણે તે ગભરાય જતી હોય છે. તથા શરમ અનુભવતી હોય છે. પરંતુ આ પ્રક્રિયામાં ગભરાવાની જરૂર નથી કે કંઈ ખોટું, કે ગંદી કે હીન ભાવના અનુભવવાની કોઈ આવશ્યકતા નથી. આ શારીરિક પ્રક્રિયા ખુબ જ મહત્વ પૂર્ણ છે. કારણ કે આ પ્રક્રિયાના કારણે જ મનુષ્યના સંચાર ચાલે છે. પ્રકૃતિએ સ્ત્રીઓને ગર્ભાશય, અંડાશય, ફેલોપીયમ, ટ્યુબ વગેરે આપીને સ્ત્રીને સંતાન ઉત્તપન્ન કરવાનું મહત્વપૂર્ણ કામ સોપ્યું છે. આથી માસિકધર્મ એ ગર્વની વાત હોવી જોઈએ.

વૈદિક ધર્મ અનુસાર માસિકધર્મ દરમિયાન કાર્ય પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ ઉપરાંત સ્ત્રી માટે આ દિવસો દરમિયાન અન્ય લોકોથી અલગ રહેવા માટેનો નિયમ પણ બનાવવામાં આવ્યો છે. સનાતન ધર્મ પ્રમાણે સ્ત્રીઓ આ દિવસો દરમિયાન અપવિત્ર ગણવામાં આવે છે. તે સાવ ભ્રામક વાત છે.

હિંદુ ધર્મ પ્રમાણે પ્રાચીન સમયમાં સ્ત્રીઓ આ સમય દરમિયાન સૌથી અલગ રહેતી. તેનું બહાર આવવા જવાનું ન રહેતું. તે અવસ્થામાં જમીન પર સુવાનું હતું. તેમજ પોતાનું જમવાનું વગેરે જેવા કર્યો પોતે જ કરવાના રહેતા. આવા ચુસ્ત નિયમોને કારણે માસિકધર્મ સ્ત્રીઓ માટે ક્યારેક સજાનો સમય લાગતો. આ ઉપરાંત માસિક ધર્મને લઈને એવી માન્યતા પણ પ્રચલિત છે કે સ્ત્રી તે દિવસો દરમિયાન અથાણાને સ્પર્શ કરે તો તે બગડી જાય છે. પરંતુ તે સાવ ખોટી માહિતી છે.

આ માન્યતાઓ પ્રાચીન કાળથી જ ચાલી આવે છે. પરંતુ મિત્રો માસિક ધર્મ દરમિયાન તેના માટે જે નિયમો બનાવ્યા છે તેની પાછળ સ્વાસ્થ્ય સંબંધી કારણો છે. આજે વિજ્ઞાન પણ આ વાત માને કે તે દિવસો દરમિયાન સ્ત્રીઓના શરીરમાંથી રક્તની સાથે શરીરથી ગંદકી પણ નીકળતી હોય છે. જેના કારણે સ્ત્રીઓની આસપાસનું વાતાવરણ અન્ય લોકોના સ્વાસ્થ્યની દ્રષ્ટિથી જોઈએ તો હાનીકારક છે. ઇન્ફેકશન ફેલાવાનો ડર રહે છે. આ સાથે તે પાંચ દિવસ દરમિયાન તેના શરીરમાંથી વિશેષ પ્રકારની તરંગો નીકળે છે. તે તરંગો પણ અન્ય લોકો માટે હાનીકારક હોય છે. અન્ય લોકોને આ પ્રભાવથી બચાવવા માટે સ્ત્રીઓને અલગ રહેવાની પ્રથા શરુ થઇ હતી.

આ ઉપરાંત તે દિવસો દરમિયાન સ્ત્રીઓમાં માસિકધર્મની પ્રક્રિયાને કારણે નબળાઈ આવી જતી હોય છે. તેથી તેને કાર્યથી દુર રહેવાની પ્રથા બનાવી હતી. તેમજ તે દિવસ દરમિયાન જો બહાર વધારે ફરે તો તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર જલ્દીથી લાગી જાય છે. તેટલા માટે પ્રાચીન સમયમાં તેના પર પ્રતિબંધ હતો.

માસિક ધર્મ દરમિયાન શું કરવું અને શું ન કરવું.વ્હાઈટ બ્રેડ, પાસ્તા, ખાંડ, બિસ્કીટ, કેક, ફ્રેન્ચાઇઝી વગેરે જેવા આહારથી બચવું જોઈએ. પીરીયડ્સ દરમિયાન ક્યારેય ખાલી પેટ ન રહેવું. ખાલી પેટ રહેવાથી ચીડિયા પણું વધી જાય છે. ખાસ કરીને વધારે પડતા મીઠા કે ખાંડનું સેવન ન કરવું જોઈએ. કારણ કે વધારે પડતું સેવન કરવાથી પીરીયડ્સ પહેલા અને પછી દુખાવો વધી શકે છે. આ ઉપરાંત સોફ્ટ ડ્રીંક કે કેફીન જેવા પદાર્થનું પણ સેવન ન કરવું જોઈએ. એક વારમાં વધારે જમવાના બદલે થોડા થોડા પ્રમાણમાં 5 થી 6 વાર ખાવું દિવસ દરમિયાન. તેનાથી એનર્જી રહે છે.

પપૈયું ખાવાથી માસિક ધર્મમાં સરળતા રહે છે. તે દિવસ દરમિયાન ગરમ પાણીનો શેક પેટના નીચેના ભાગમાં કારમાં આવે તો આરામ મળે છે. જો પીરીયડ્સ મોડા આવતા હોય તો ગોળનું સેવન કરવું.જો સવારે ખાલી પેટ વરીયાળીનું સેવન કરવામાં આવે તો પીરીયડ્સ સમયે અને સરળતાથી આવે છે. તેના માટે રાત્રે પલાળીને સવારે તેનું ખાલી પેટે સેવન કરવું.

સામાન્ય રીતે સ્ત્રીઓ પીરીયડ્સ દરમિયાન વારંવાર વોશરુમ જવાના ડરથી ઓછું પાણી પીતી હોય છે. પણ તે સાવ ખોટું છે. તે દરમિયાન વધુમાં વધુ પાણી પીવું જેથી શરીરમાં પાણીની માત્રા જળવાય રહે છે.7 થી 8 કલાકની પુરતી ઊંઘ લેવી તેમજ મનગમતી વસ્તુઓમાં મન લગાવવું. પીરીયડ્સ ખાનપાન ઉપરાંત સાફસફાઈનું પણ ધ્યાન રાખવું. જેથી બેક્ટેરીયલ ઇન્ફેકશન ન ફેલાય દિવસ દરમિયાન ઓછામાં ઓછા ૩ પેડ તો અવશ્ય ચેન્જ કરવા.

પીરીયડ્સ દરમિયાન ફાઈબર તેમજ મિનરલ્સ અને વિટામીન મળી રહે તેવા ખોરાકનું સેવન ખુબ જ આવશ્યક છે. જેમ કે અનાજ, સંતરા, મકાઈ, ગાજર, બદામ વગેરે ખાવું. આ ઉપરાંત કેલ્શિયમયુક્ત આહાર જેવો કે દૂધ દહીં, પનીર, પાંદડા વાળી શાકભાજી વગેરેનું સેવન કરવું તે શરીરની નર્વસ સિસ્ટમને સારી રાખે છે.આર્યન યુકત આહાર જરૂર લેવો જેથી લીહીની માત્રા વધે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *