Breaking News

યુવક પોતાની ગર્લફ્રેંડને રૂમમાં લઈ ગયો અને ત્યારબાદ, શારીક સબંધ બાંધવાનું કર્યું શરૂ પરંતુ થયું કંઈક આવું.

આજે આપણે જણીશું અમુક ખાસ શારીરિક સમસ્યાઓ સવાલ હું ૧૭ વરસની છું. અને મારો બોયફ્રેન્ડ ૨૦ વર્ષનો છે. એક દિવસ તે મને તેના રૂમમાં લઇ ગયો અને તેણે મારી સાથે શારીરિક છૂટછાટ લેવાની શરૂઆત કરી. મેં ના પાડી તો તેણે મને છોડી દેવાની ધમકી આપી. તે દિવસે એણે સમાગમ સિવાય બધી જ છૂટછાટ લીધી હતી.હવે તેને સમાગમ પણ કરવો છે. પરંતુ મને લગ્ન પૂર્વે આમા રસ નથી. તે મને છોડી દેશે એવો પણ મને ડર લાગે છે. મારે શું કરવું એ જણાવવા વિનંતી.જવાબ આ છોકરો તમને છોડીને જતો રહે એમાં જ તમારી ભલાઇ છે.

કારણકે, આને તમારી પ્રત્યે પ્રેમ નથી. તે માત્ર તમારો ઉપભોગ જ કરવા માગે છે અને આમ પણ તમારી ઉંમર ઘણી નાદાન છે. નાદાનીમાં કોઇ ભૂલ થઇ જશે અને તમને ગર્ભ રહી જશે તો તમે અને તમારો પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ જશે. આ વખતે તમારો આ કહેવાતો પ્રેમી તમારી પડખે ઊભો રહેશે નહીં એ વાત પણ જાણી લો. આથી એ છોકરા સાથે તમામ સંપર્ક કાપી નાખો અને એની સાથે એકાંતમાં જવાનું ટાળો.

આવા છોકરા પાછળ આંસુ સારીને કોઇ અર્થ નથી.સવાલ હું ૩૩ વરસની છું. નોકરી કરું છું. મારે એક પુત્રી છે. મારા પતિ પણ સારા છે. પરંતુ છેલ્લા ૧૩ વર્ષથી મારે અમારી પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ છે. તેની ઉંમર ૩૨ વર્ષની છે. હવે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે. તે મારી સાથે વાત પણ કરતો નથી. તેનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને માટે છોકરી શોધે છે. તે જોબ કરતો નહોતો ત્યાં સુધી તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો. મને કોઇએ કહ્યું કે તેના બીજી સ્ત્રી સાથે અફેર છે. હું તેને ભૂલી શકતી નથી. મારે શું કરવું?જવાબ તમારે માત્ર એ પુરુષને ભૂલી તમારા સંસારમાં મન પરોવવાનું છે. લગ્નેતર સંબંધનો આવો જ અંત આવે છે. તમે કહો છો તમારા પતિ સારા છે. તો પછી પર પુરુષ પ્રત્યે આકર્ષણ થવાનું કારણ શું? તમારા પતિને વફાદાર રહેવાનું શરૂ કરો.

શું તમે એ પુરુષને આર્થિક મદદ કરતા હતા? આ પ્રશ્નનો ઉત્તર ‘હા’ હોય તો એ પુરુષ પોતાના સ્વાર્થ માટે તમારી લાગણીઓ સાથે રમત રમતો હતો. તમારે એને ભૂલવો જ પડશે અને આ કામ મુશ્કેલ નથી. તમારી પુત્રી અને પરિવારના ભવિષ્ય માટે તમારી પાસે આ જ એક વિકલ્પ છે.સવાલ હું ૩૩ વરસની છું. મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે. મારા પતિનો સ્વભાવ ઘણો શંકાશીલ છે. તેઓ મને કોઇ સાથે વાત કરવા દેતા નથી. તેમજ ઘરમાં પુરુષ કામવાળો પણ રાખતા નથી. નાની નાની શંકાને કારણે મારા પર હાથ ઉગામે છે. તેમના સિવાય કોઇ સાથે મારે સંબંધ નથી. હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. પરંતુ તેઓ સમજતા નથી. હવે હું કંટાળી ગઇ છું. શું કરવું એ મને સમજ પડતી નથી. પિયરમાં પણ મને સહારો નથી. યોગ્ય સલાહ આપશો.જવાબ શક્ય હોય તો તમારા પતિના પરિવારને વિશ્વાસમાં લો. તમારે તમારી જિંદગીની તેમજ ભવિષ્યની ચિંતા કરવાની છે.

તમારા પતિ માને નહીં તો તમારી પાસે બે વિકલ્પ છે. એક તેમને છોડી દેવાનો અને બીજો કાનુની મદદ લેવાનો. પતિને છોડીને એકલા રહેવું હોય તો સૌ પ્રથમ તમારે પગભર બનવું પડશે. શું તમે નોકરી કરી એકલા રહી શકો છો? આ માટે તમારામાં આત્મવિશ્વાસ છે? આ બધો વિચાર કરીને જ આગળ વધજો.સવાલ હું ૨૧ વરસની છું. મારી જ ઉંમરના એક છોકરા સાથે મને પ્રેમ છે. અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ હમણા તે મારી સાથે લગ્ન કરી શકે તેમ નથી. તેના પર તેના પરિવારની જવાબદારી છે. મારા મમ્મી-પપ્પાને આ વાતની ખબર નથી. તેઓ મારે માટે છોકરો શોધે છે.

હું મારા પ્રેમીને છોડવા માગતી નથી. અમે લગ્ન કરીએ તો અમારે બંનેના પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે. શું કરવું તે જ સમજાતું નથી.યોગ્ય સલાહ આપવા વિનંતી.જવાબ માતા-પિતાની મરજી વિના લગ્ન કરવા એ યોગ્ય નથી. યુવા પરિણીત જોડીને ખાસ કરીને છોકરીને પરિવારના પીઢ સભ્યના ટેકાની જરૂર છે. નવું ઘર માંડવા માટે તેને સલાહની જરૂર પડે છે. આગળ જતા સંતાન થયા પૂર્વે અને પછી પણ કોઇ અનુભવીના માર્ગદર્શનની જરૂર પડે છે.આમ તમે ભાગીને લગ્ન કરશો તો તમારે આ બધાનો ભોગ આપવો પડશે. આ ઉપરાંત તમારા લગ્નની અસર તમારા પ્રેમીના પરિવાર પર પડવાને કારણે તમારો પ્રેમી અપરાધ બોજથી પીડાશે. શક્ય છે આ બાબતે તે તમને દોષી માને અને આની અસર તમારા લગ્નજીવન પર પડે.

તમે પણ તમારી જાતને દોષી માનો એ પણ સંભવ છે. આથી જે સંબંધને આગળ વધવા માટે કોઇ માર્ગ જ નથી. એ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા માતા-પિતાની મરજીને માન આપવામાં જ સૌની ભલાઇ છે.સવાલ હું ૧૯ વર્ષની નવપરિણીતા છું. લગ્નની એક મહિનો થયો છે. હજુ સુધી અમે સારી રીતે સમાગમ નથી કરી શક્યા. જ્યારે પણ મારા પતિ સમાગમ કરે છે ત્યારે મારાથી ચીસ પાડી જવાય છે એટલી પીડા થાય છે. શું કરું કાંઈ સમજાતું નથી. કોઈની સાથે આ અંગે વાત પણ નથી કરી શકતી.જવાબ યોનિ થોડી મજબૂત હોવાને કારણે શરૂઆતમાં સમાગમ વખતે થોડો દુખાવો થાય તે સ્વાભાવિક છે. પણ દુખાવો એટલો નથી હોતો કે સહન ન થાય.

લાગે છે કે તમારામાં સહનશક્તિ ઓછી છે. લગ્ન પછી શરૂઆતમાં આવું થતું હોય છે. તેને વધારે ગંભીરતાથી ન લો. સામાન્ય બની જાઓ અને એન્જોય કરો. તમે કોઈ સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો.સવાલ હું ૨૬ વર્ષની યુવતી છું. નજીકના ભવિષ્યમાં જ લગ્ન થવાનાં છે. મને આ લગ્ન માટેનો કોઈ ઉત્સાહ નથી. માત્ર ઘરવાળાઓનું મન રાખવાને માટે હું આ લગ્ન કરવા માટે તૈયાર થઈ છું.આમ તો આ મારા બીજીવાર લગ્ન છે. પ્રથમ પતિ સાથે માત્ર બે મહિના હું રહી. દહેજને માટે મને ખૂબ હેરાન કરવામાં આવતી હતી. તે પછી મને છૂટાછેડા આપી દીધા.લગ્નનું નામ પડતાં જ હું કંપી ઊઠું છું. હવે જ્યાં લગ્ન થવાનાં છે તેઓ મારા ભાઈને ઓળખે છે તો પણ હું ડરું છું. શું થશે મારું?જવાબ તમે એકવાર જે ત્રાસ ભોગવી ચૂક્યો છો તેથી ગભરાઈ ગયાં છો. પણ એવું માનો કે દુનિયામાં સારા લોકો પણ છે.

જૂની વાતોને ભૂલી જાઓ અને નવી દુનિયામાં પ્રવેશ કરો અને વળી એ લોકો તો તમારા ભાઈને ઓળખે છે એટલે તમારે નચિંત બનીને લગ્ન માટે તૈયાર થવું જોઈએ. ખુશી તમને આવકારવા રાહ જોઈ રહી છે.સવાલ હું ૨૭ વર્ષનો યુવક છું. શ્રીમંત માતાપિતાનું એકનું એક સંતાન હોવાને કારણે મારામાં બધી જ કૂટેવો ઘર કરી ગઈ. સિગારેટ, દારૂ અને મોડી રાતની પાર્ટીઓ પછી છોકરીઓ સાથે ફ્લર્ટ કરવાની મને ટેવ પડી ગઈ. હવે મારા ઘરમાં જ્યારે મારા લગ્નની વાતો થાય છે ત્યારે હું મૂંઝવણમાં છું કે શું હું સારો પતિ બની શકીશ કે નહીં. હું મારી ટેવોને નિયંત્રિત કરવાની પૂરી કોશિશમાં છું.જવાબ તમે જે પરિસ્થિતિમાં ઉછર્યાં છો તેમાં મોટાભાગે યુવક સ્વચ્છંદી બની જાય છે. હવે તમને તમારી ભૂલ સમજાઈ છે ત્યારે સુધરવાનો દ્રઢ નિશ્ચય કરી લો કે તમે ભૂતકાળને ભૂલીને નવું ભવિષ્ય બનાવશો.સવાલ હું ૪૦ વર્ષની પરિણિતા સ્ત્રી છું. મારા બંને બાળકો (૧૫ વર્ષનો દીકરો અને ૧૬ વર્ષની દીકરી)ના સ્વભાવથી દુ:ખી છું. બંને તુંડમિજાજી થતાં જાય છે અને નાનાંમોટાનો બિલકુલ ખ્યાલ નથી રાખતાં.

કોઈ વાતમાં રોકટોક કરવાથી કહે છે તમને અમારી જાસૂસી કરવાની ટેવ પડી ગઈ છે. અમે બાળકો નથી રહ્યાં. અમને પણ ખરાખોટની ખબર પડે છે.જવાબ તમારાં બાળકો હજુ ટીનએજર છે. આ ઉંમરમાં હોર્મોનલ ચેન્જિસને કારણે બાળકો તુંડમિજાજી થઈ જતાં હોય છે. આ ઉંમર જ એવી છે. આ ઉંમરમાં તેઓ વિચારે છે કે તેઓ હવે સમજદાર થઈ ગયા છે. વારંવાર વાલીઓની દરમિયાનગીરી તેમને પસંદ નથી હોતી. તેથી તમે કોશિશ કરો કે નાની નાની બાબતો પર ટોકવાં ન પડે. ખૂબ જરૂરી હોય ત્યારે જ સલાહ આપો. તેમની સાથે મિત્રવત્ વ્યવહાર કરો કોઈ સત્તાધીશ કે અધિકારીની જેમ વાતો ન કરો. તેમને સ્પેસ આપો. થોડા સમય પછી તમે તેમનાં વ્યવહારમાં પરિવર્તન જોશો.સવાલ ૪૧ વર્ષની પરિણીતા છું. છેલ્લા થોડા સમયથી મારા પતિને વેપારમાં નુકસાન થઈ રહ્યું છે.

જેને કારણે તેઓ ખૂબ જ પરેશાન રહે છે. ખાવાપીવામાં પણ ધ્યાન આપતા નથી. તેમનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. સાસુ તેમને લઇને જ્યોતિષીઓ અને પંડાપૂજારીઓ પાસે જાય છે. હજારો રૂપિયા વીંટીઓ અને પૂજાપાઠમાં બરબાદ કરી નાખ્યા છે. હું શું કરું? મારી વાત સાંભળવા કોઇ તૈયાર જ નથી.જવાબપતિને સમજાવો કે વેપારમાં નફોનુકસાન થતું જ રહે છે અને તેમાં પણ આજકાલ કોમ્પિટિશન બહુ જ છે. ધીરજ રાખો તો બધું કામ થઇ જશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જ્યોતિષીઓનાં ચક્કરમાં પડીને પૈસા અને સમયની બરબાદી કરો નહીં.સવાલ હું ૨૪ વર્ષનો યુવક છું. એક છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું. પરંતુ આજદિન સુધી તેની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકી શક્યો નથી. ખરેખર, તો તે દૂરના સંબંધે મારી બહેન પણ થાય છે. તેથી મને ડર લાગે છે કે ક્યાંક તેણે મારા પ્રસ્તાવને નામંજૂર કર્યો અથવા પછી બધાંને બતાવી વાત કહી દીધી, તો મારી બદનામી થશે. હું શું કરું?

જવાબતમે ખાનગીમાં આ છોકરી સામે તમારા પ્રેમનો પ્રસ્તાવ મૂકો. જો તેને ગમશે નહીં. તો તે ના પાડશે પણ બીજા કોઇને તે કહેવાની હિંમત કરશે નહીં.સવાલવહુને જ્યારે તેની સાસરીમાં લોકો ત્રાસ આપે છે, ત્યારે તેની મદદ કાનૂન કરે છે, પરંતુ જ્યારે વહુ દ્વારા સાસુ અને નણંદને ત્રાસ આપવામાં આવે ત્યારે તેનો ન્યાય કોણ કરશે? અમે અમારી વહુથી ખૂબ જ પરેશાન છીએ. શું કરીએ?તમે સ્પષ્ટ કશું લખ્યું નથી. જો તમે આર્થિક રીતે સક્ષમ હો, દીકરાવહુ પર આધારિત ન હો તો સારું એ રહેશે કે તમે જુદા થઇ જાઓ. જો ઘર તમારું હોય તો તમે તેમને તેમની અલગ વ્યવસ્થા કરી લેવાનું કહી દો. ઘણીવાર દૂર રહેવાથી સંબંધોમાં મધુરતા રહે છે.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *