Breaking News

યુવક શરીરિ સુખ માણવાનાં ચક્કરમાં થયું એવું કે લૂંટાઈ ગયો અને આવ્યું આવું પરિણામ………

નમસ્તે મિત્રો આજકાલ છેતરપીંડી ની ઘટના વધતી જાય છે, આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું, શહેરના વરાછા એલ.એચ.રોડ વિસ્તારમાં રહેતા સાડી ઉપર લગાવાની લેસપટ્ટીના વેપારી અને તેના ગામના મિત્રને શરીરસુખ માણવાને બહાને પુણાગામ અર્પણ ઍપાર્ટમેન્ટના ફલેટમાં બોલાવ્યા હતા. ત્યાર બાદ ડુપ્લીકેટ પોલીસ સહિત મહિલાની ટોળકીએ બંને જણાના હાથમાં હથકડી મારી પોલીસ કેસ કરવાની ધમકી આપી પતાવટના બહાને રૂપિયા 2 લાખ પડાવ્યા હતા.

વેપારીને પોતે હનીટ્રેપનો શિકાર બન્યો હોવાનું ખ્યાલ આવતા આ મામલે ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં ડુપ્લીકેટ પોલીસ સહિત બે જણાને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે આરોપી પાસેથી કાર, હથકડી અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 5.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મળતી માહિતી સુરતના વરાછા એલ.એચ.રોડ મારૂતિચોક વિસ્તારમાં રહેતા અને આંજણા ફાર્મ ખાતે સાડી ઉપર લગાવાની લેસપટ્ટી લાવી અલગ અલગ વેપારીઓને વેચાણ કરતા મૂળ ભાવનગરના શિહોરના 51 વર્ષીય વેપારી ગત તા 22મીના રોજ સાંજે ખાતા પરથી મોપેટ લઈને ઘરે જતો હતો. તે વખતે રસ્તામાં બુટભવાનીથી ગાયત્રી સોસાયટી વાળા રોડ ઉપર આવેલ શાકમાર્કેટમાં શાકભાજી ખરીદવા માટે ઉભા હતા.

તે સમયે 40થી 45 વર્ષની અજાણી મહિલા તેમની સામે આવી સ્માઈલ આપી હતી અને કહ્યું કેમ છો મજામાને ? જેથી વેપારીએ હું તમને ઓળખતો નથી તમે કોણ છો? ત્યારે મહિલાએ પોતાની ઓળખ રેખાબેન તરીકે આપી મોબાઈલ નંબર આપ્યો હતો. અને મહિલાએ સાથે શરીરસુખ માણવું હોય તો સંપર્ક કરવા કહ્યું હતું. બે દિવસ પછી એટલે તા 24મીના રોજ વેપારી ઉપર તેના વતન ભાવનગરના તળાજા ખાતે રહેતા મિત્રનો ફોન આવ્યો હતો અને પોતે સુરત આવ્યો છે અને મળવુ છે જેથી વેપારીઍ તેને ઘરે બોલાવ્યો હતો.

બંને મિત્રે ઘરે મળ્યા બાદ બહાર નિકળ્યા હતા જેથી વતનના મિત્રએ વેપારીને તેને શરીરસુખ માણવું છે તારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો કે હોવાનું કહેતા વેપારીએ રેખાને ફોન કરી મળવાની વાત કરતા રેખાએ રેખાએ પુણાગામ અર્પણ એપાર્ટમેન્ટના ફલેટમાં બોલાવ્યો હતો. અને રુમમાં આવો ત્યારે સોસાયટીની પાછળના ગેટથી આવવા કહ્યું હતું. રેખા સાથે વાત થયા બાદ બંને જણા મોપેટ લઈને ગયા હતા.

રેખા સાથે ફ્લેટમાંથી 22થી 25 વર્ષની બે યુવતીઓ પણ હતી. રેખાબેને શરીરસુખ માણવા માટે રૂપિયા 1 હજાર કહેતા તેને આપ્યા હતા ત્યારબાદ બંને યુવતીઓ તેમની સાથે હસી મજાક કરી વાતચીત કરતા હતા જેથી એક તેના મિત્રના ચેન ચાળા કરતી હતી. તે દરમિયાન અચાનક રૂમમાં ચાર અજાણ્યાઓ આવી ગયા હતા જેમાંથી એક જણાએ પોતાની ઓળખ પુણા પોલીસ સ્ટેશનમાંથી આવીએ છીએ મારુ નામ કોન્સ્ટેબલ અમિત છે અને અમને પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબરથી ફોન આવ્યો છે કે અહી સેક્સ રેકેટ ચાલે છે.

તમે અહી આવા ગેરકાનુની કામો કરો છે તેમ કહી ગાળો આપી શર્ટનો કોલર પકડી ગાલ પર ઝાપટ મારી હતી. જયારે અમિત તેની સાથે આવેલા અજાણ્યા પૈકી વિજયને બંને જણાને હાથકડી પહેરાવી દે અને પોલીસ સ્ટેશન લઈ લે તેમ કહેતા વિજયે હથકડી મારી હતી. જેથી રેખાએ પોલીસ તરીકે ઓળખ આપનાર અમિતને આજીજી કરતા કહેયુ કે સાહેબ જવાદો આવુ ના કરો, પોલીસ સ્ટેશન લઈ જશો તો અમારી તથા બંને ભાઈઓની ઈજજ્ત નહી રહે તમે અહીથી જ પતાવટ કરી દો ને તેમ કહી રેખાએ વેપારીને પતાવટ કરવી હોય તો રૂપિયા 6 લાખ આપવા પડશે.

તેમ કહેતા વેપારીએ આજીજી કરતા સાહેબ હાલમાં કોરોના વાયરસની બિમારીના કારણે મંદી છે. જેથી આટલી મોટી રકમ મારી પાસે નથી હોવાનું કહેતા બંને જણાને ધોલ થપાટ કરી મારવા લાગ્યા હતા. તેના મિત્રને રૂમમાં પુરો દીધો હતો. વિજયે કોન્સ્ટેબલ અમીતને સાહેબ રહેવા દો બંને નાના માણસો લાગે છે. તેમની પાસે આટલી મોટી રકમ નહી હોય તેમ થોડા ધણા ઓછા કરો તેમ કહી રકઝક બાદ છેલ્લે રૂપિયા 2 લાખ આપવા પડશે તેમાંથી એક પણ રૂપિયો ઓછો નહી થાય તેમ કહેતા વેપારીએ તેના ઘરની સામે સોનીની દુકાન ધરાવતા મિત્રને ફોન કરી રૂપિયાનો બંદોબસ્ત કરવા કહ્યું હતું.

બિલ્ડિંગ નીચે આવી તેના એકટિવામાં ધંધાના રાખેલા રૂપિયા 45 હજાર અમિતને આપ્યા હતા અને બાકીના રૂપિયા માટે તેમની સાથે આવવા કહેતા ટોળકીએ જ્યાં સુધી બાકીના રૂપિયા નહી આપે ત્યાં સુધી તારા મિત્ર મારતા રહીશુ અને તેને છોડી શુ નહી અને આમ તેમ ભાગ્યો કે પૈસા નહી તો મારા મિત્રને ખુબ માર મારી પોલીસ સ્ટેસનમાં મોટા કેસમાં ફીટ કરી દઈશું હોવાની ધમકી આપી હતી.

વેપારી ગભરાઈને બાકીના રૂપિયા આપી દઉ છું જેથી એક્ટીવા ઉપર તેમની સાથે એક માણસ મોકલ્યો હતો અને તેને બાકીની રૂપિયા આપી દે અને તેમની પાછળ આવી એ છીએ જ્યાં સુધી રૂપિયા નહી મળે ત્યાં સુધી તારા મિત્રને છોડીશુ નહી બાદમાં બંને હાથમાં હથકડી પહેરાવી ધોલ થપાટ મારતા કારમાં બેસાડી દીધો હતો. અને વેપારી પાછળ આવ્યા હતા.

વેપારીએ તેના મિત્રની જવેલર્સની દુકાને જઈ ઉછીના બે લાખ રૂપિયા લીધા હતા જેમાંથી રૂપિયા 1.55 લાખ કારમાં બેસેલ અમિતને આપતા તેના મિત્રની હથકડી ખોલી છોડ્યો હતો. અને ટોળકીએ બંને જણને હવે પછી આવા કામ ન કરતા નહીતર પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કેસમાં ફીટ કરી જેલમાં પુરી દઈશ તેવી ધમકતી આપી નાસી ગયા હતા જાકે વેપારી તેમનો કાર નંબર (જીજે-૧૫-ઍડી-9517) જાઈ લીધો હતો.

વેપારી અને તેના મિત્ર ખુબજ ગભરાઈ ગયા હતા અને બંને જણા પોત પોતાની મોપેટ લઈને છુટા પડયા હતા. બનાવ અંગે વેપારીએ ફરિયાદ નોધાવા માટે ગયા ત્યારે તેમને ખબર પડી કે તેઓ હનીટ્રેપનો શિકાર બન્યા છે. પોલીસે વેપારીની ફરિયાદ લઈ પીઆઈ વી.યુ. ગડરીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ તેમની બાતમીના આધારે સર્વલન્સ સ્ટાફના માણસોએ ગણતરીના કલાકોમાં વિજય મેહુર લુણી અમિત મનસુખ ઠક્કરને ઝડપી પાડ્યા હતા. અને તેમનની પાસેતી ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર, હથકડી, રોકડા 28 હજાર અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા 5.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *