યુવતીની યોનીમાં આવા લાગી સતત ખંજવાળ, અચાનક થયાં સ્તનમાં એવાં ફેરફાર કે જાણી ચોંકી જશો……

સવાલ:- હું 25 વર્ષની અપરણિત યુવતિ છું. મારું શરીર તંદુરસ્ત છે. હું જ્યારે 11 વર્ષની હતી ત્યારે મારા સ્તનનો થોડો વિકાસ થયો હતો. તે પછી હજુ સુધી સ્તનનો વિકાસ થયો નથી. મારા સ્તન અન્ય છોકરીઓની સરખામણીએ ન કહેવા બરાબર છે. સ્તનમાં કોઈ જાતનો ઊભાર આવ્યો નથી. સ્તનનો ઊભાર આવે એ માટે કોઈ ઉપાય ખરો? શું મારા લગ્ન ન થવા માટે મારા સ્તન પણ કારણ બની શકે ? કોઈ કસરત કે પછી કોઈ માલિશ કરવા માટેનું એવું તેલ છે જેનાથી મારા સ્તન વિકસે અને સુડોળ બને. ઘણી વખત નિપલમાં દુખાવો પણ થાય છે. આ ઉપરાંત યોનિમાં પણ માસિક દરમિયાન ખંજવાળ જેવું રહે છે. મને યોગ્ય ઉપચાર બતાવવા વિનંતી.

જવાબઃ સ્તનના અવિકસિત રહેવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. તમારો વજન કે તમારું શરીર અવિકસિત હોય તો પણ એવું બની શકે છે. તમે તમારું વજન જણાવ્યું નથી. ઓછા વજન ધરાવતી યુવતિઓમાં સ્તનનો વિકાસ ઓછો અને ઉભાર ઓછો જોવા મળતો હોય છે. સ્તનના વિકાસ માટે કોઈ દવા કારગત નિવડશે નહીં. કોઈ ખાનગી જગ્યાઓએ જઈને સ્તન માલિશ માટે કોઈ તેલની ઝંઝટમાં પડતા નહીં. એ બધી છેતરામણી વસ્તુ છે. કોઈ દવાઓ કારગત થઈ જ નથી. તમને જો શરમ જેવું લાગતું હોય તો આજકાલ બજારમાં પેડેડ બ્રા મળે છે. તે પહેરી શકો છો. આ સિવાય ઘણાં પૈસે ટકે સુખી લોકો બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનો પ્રયોગ પણ કરે છે. પરંતુ તેની સલાહ નથી.

બીજું કે તમને યોનિમાં ખંજવાળ આવવાની સમસ્યા છે, તમે અપરણિત છો એટલે તમારું યોનિપટલ અખંડ હોય ઈન્ફેક્શન થવાની સમસ્યા ઓછી છે. ઘણી વખત માસિક દરમિયાન યોનિની આસપાસના ભાગમાં ભીનાશ રહેવાને કારણે ફંગસ જેવું થઈ શકે છે. માસિક દરમિયાન પેડ પહેર્યા પછી બંને બાજુના ભાગે ટેલકમ પાઉડર છંટકાવથી આ જગ્યા કોરી રાખો. તમારે ગરમ પાણી, સાબુ કે ડેટોલનો ઉપયોગ બંધ કરવો જોઈએ. માસિક દરમિયાન સેનેટરી પેડ્સના ઉપયોગમાં પણ ધ્યાન રાખવું. તમારી તકલીફ દૂર કરવા માટે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો.

સવાલ:- હું 20 વર્ષની કોલેજમાં ભણતી યુવતિ છું. મારી સાથે ભણતા યુવકે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો પરંતુ મેં તેને ઠુકરાવી દીધો હતો. એ પછી તેણે મિત્ર તરીકે સબંધ રાખવા વિનંતી કરી હતી. જે મેં સ્વિકારી લીધી હતી. તે પછીથી અમે કોલેજ કેન્ટિન કે બગીચામાં સાથે બેસીને વાતો કરતા હતા. તે કોઈ જાતની છૂટછાટ પણ લેતો નહોતો. પરંતુ તે મારી સાથે વધુને વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરે છે. જેને લીધે લોકો સમજે છે કે અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છીએ. લોકોને વાતો કરવાનો મોકો મળી રહ્યો છે અને મને બદનામ કરી રહ્યા છે. તો મારે હવે શું કરવું ?

જવાબઃ અત્યારે જમાનામાં ઘણાં ચેન્જ આવી ગયા છે. એક સ્ત્રી અને પુરુષ મિત્ર હોય તે સામાન્ય વાત છે. પરંતુ લોકોને મોઢે ગળણા ન બાંધી શકાય. જો તમારે ખોટી અફવાઓથી અને બદનામીથી બચવું હોય તો આ યુવક સાથે હળવા મળવાનું બંધ કરી દો. ધીમે ધીમે મિત્રતા ઓછી કરી નાંખો, કદાચ બની શકે તમારો કહેવાતો મિત્ર પણ અન્ય લોકોને તમે એની સાથે પ્રેમમાં છો એવું કહેતો હોય. તેને આશા હોય કે મિત્રતામાંથી પ્રેમી બની જવાશે એ આશાએ તમારી પાછળ પાછળ ફરવા માટે મિત્રતાનું નામ આપ્યું હોય. જો તમને એ યુવક પસંદ નથી. તેની સાથે તમારે કોઈ જાતનો પ્રેમ જેવું નથી તો ભલાઈ એમાં જ છે કે તેને બોલાવી સ્પષ્ટતા કરીને મિત્રતાને પૂરી કરી દો. તે યુવક મિત્રતાના નામે તમારી સાથે રમત તો નથી રમતો ને. તેને ઊંડે ઊંડે એવી આશા હોય કે મિત્રતામાંથી આ સંબંધ પ્રેમ સુધી પહોંચાડી દઈશ.

સવાલ:- હું ૩૪ વર્ષની બે બાળકોની માતા છું, હમણાં બે-ત્રણ મહિનાથી માસિકસ્ત્રાવ નિયમિત નથી આવતો. ગયા વખતે માસિક વધુ આવ્યું અને પેટમાં તથા કમરમાં સખત દુખાવો રહ્યો. ડોેક્ટરને બતાવ્યું, તો તેમણે અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની સલાહ આપી. તેના રિપોર્ટ મુજબ ગર્ભાશયમાં એક ૧.૮ સેન્ટીમીટરની અને બીજી ૧.૪ સેન્ટીમીટરની વ્યાસની બે નાની રસોળીઓ છે, જે ગર્ભાશયના સ્નાયુઓ સાથે જોડાયેલી છે. ડોક્ટરનું કહેવું છે કે ઓપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખવું જરૃરી છે, તો આ જ રોગથી છૂટકારો મળશે. શું ઓપરેશન કરાવ્યા વગર હું સાજી ન થઈ શકું?

જવાબ:- ગર્ભાશયની ગાંઠ કે રસોળીનો ઈલાજ બધી રીતે વિચાર કરીને જ કરવામાં આવે છે. જ્યારે ગાંઠ બહુ મોટી હોય, સ્ત્રીને પૂરતાં બાળકો થઈ ચૂક્યાં હોય અને તેને ગર્ભાશય કઢાવવામાં વાંધો ન આવતો હોય, ત્યારે ઓપરેશન દ્વારા ગાંઠ અને ગર્ભાશય કાઢી નાખવામાં આવે છે, પરંતુ ગાંઠ નાની હોય, બહુ તકલીફદાયક ન હોય, સ્ત્રીની ઉંમર નાની હોય કે તેનોે પરિવાર પૂર્ણ ન થયો હોય, તો દવાઓ પણ અજમાવી શકાય છે. તમારી ઉંમર વચ્ચેની છે અને કદાચ તમે ત્રીજું સંતાન પણ ઈચ્છતા નથી, એટલે જ તમારા ડોક્ટરે ગર્ભાશય કઢાવી નાખવાની સલાહ આપી છે.

આમ કરવામાં કોઈ માસિકસ્ત્રાવ નહીં થાય. એટલું જ, બાકી બધુ ઉંતો જેમ છે તેમ ચાલ્યા જ કરશે, કેમ કે આ ઓપરેશનમાં અંડાશયને કાઢવામાં આવશે નહીં અને તમે એ પણ જાણતાં જ હશો કે નારીત્વને નિખારતાં હોર્મોન અંડાશયમાં જ બને છે. ઓપરેશન પછી વૈવાહિક જીવનમાં પણ કોઈ મુશ્કેલી નથી આવતી, કેમ કે યોેનિમાર્ગ પણ પહેલાં જેવો જ રહે છે.

સવાલ:- હું ૨૩ વર્ષની યુવતી છું, થોડા દિવસ પછી મારા લગ્ન થવાના છે. મારા ભાવિ પતિનું બ્લડગ્રૂપ ‘ઓ’ પોઝીટીવ છે. મારું બ્લડગ્રૂપ પણ ‘ઓ’ જ છે. આ કારણે કેટલાક દિવસથી હું બહુ ચિંતામાં છું. મને શંકા છે કે બ્લડગ્રૂપ એક હોવાના કારણે આગળ જતાં હું ક્યાંક મા ન બની શકું તો? આ સમસ્યાને લીધે અમે બંને બહુ પરેશાન છીએ.

જવાબ:- તમે અને તમારા ભાવિ પતિ નકામી ચિંતા કરો છો. એક જ બ્લ્ડગુ્રપ હોય તો મા ન બની શકાય, આ બાબતે કાં તોે કોઈએ તમને ખોટા ભરમાવ્યાં, કાં તમારા સમજવામાં ક્યાંક ભૂલ થઈ છે. આ સ્થિતિ તો એકદમ સામાન્ય છે. હા, જ્યારે પત્નીનું બ્લડગ્રૂપ આર.એચ. નેગેટિવ અને પતિનું બ્લડગ્રૂપ આર.એચ પોઝીટીવ હોય ત્યારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં પણ અગાઉથી સાવચેતી રાખવામાં આવે તો, સામાન્ય રીતે જ સંતાન પ્રાપ્ત કરી શકાય છે.

સવાલ:- હું ૧૨ વર્ષની છોકરી છું. મને રાત્રે ઓછું દેખાય છે. દિવસે વાંચતી વખતે પણ મુશ્કેલી પડે છે. અને ધૂંધળું દેખાય છે. અમારી સ્કૂલમાં આવેલા આંખોના ડોેક્ટરે કહ્યું કે વિટામીન ‘એ’ની ઊણપને લીધે આમ થાય છે. ઉપચારમાં તેમણે દૂધની સાથે વિટામીન ‘એ’ની ગોળીઓ લેવાનું કહ્યું છે, પણ એનાથી કોઈ ફરક પડયો નથી. હું બહુ પરેશાન છું.

જવાબ:- તમે આંખોના કોઈ નિષ્ણાત ડોક્ટરને મળો. આંખની તકલીફ સામાન્ય રીતે વિટામીન ‘એ’ની ઉણપથી થાય છે. એ વાત સાચી, પરંતુ આંખના નિષ્ણાત ડોક્ટર પૂરતી તપાસ પછી જ તમારી તકલીફનું કારણ અને તેનો ઈલાજ સૂચવશે.

સવાલ:- હું ૧૯ વરસનો કુંવારો યુવક છું, મેં આજ સુધી કોઈની સાથે સંભોગ નથી કર્યો. હું છેલ્લા ચાર-પાંચ વર્ષથી હસ્તમૈથુન કરું છું, પણ મને એમાં મજા નથી આવતી. મને એવો રસ્તો બતાવો જેનાથી સંભોગ કર્યાનો આનંદ પ્રાપ્ત થાય.

જવાબ:- જ્યારે તમે હસ્તમૈથુન કરવાની કોશીશ કરો ત્યારે તમારી મનગમતી વ્યક્તિની કલ્પના પણ સાથે કરો. કલ્પના કરવાથી ઘણો ફરક પડી જશે. કદાચ એવું બને કે સંભોગ કરતાં પણ તમને એમાં વધારે આનંદ આવે, કારણ કે હકીકત કરતાં હકીકતની કલ્પના વધારે રંગીન હોય છે. આજના એઈડ્સના યુગમાં અજાણી સ્ત્રી જોડે સંભોગ કરતાં હસ્તમૈથુનની આદત ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ અને બિનનુકસાનકારક છે. મારા ખ્યાલથી આ તમારા માટે ઉત્તમ વિકલ્પ બની જશે.

સવાલ:- મારા લગ્નને બે મહિના થયા છે. અમે સંભોગ કરીએ છીએ ત્યારે મારી પત્ની યોેનિમાં સતત દુખાવાની ફરિયાદ કરે છે. તેનામાં શરૃઆતથી ઉત્તેજના પણ ઓછી જોવા મળે છે. બીજું, સંભોગ પછી તે તરત જ બાથરૃમ જાય છે તો એનાથી સંતાન થવામાં તકલીફ થઈ શકે?

જવાબ:- તમે જે પ્રમાણેની તકલીફ વર્ણવી છે એનાથી એક વાત સાબિત થાય છે કે સંભોગ પહેલાંની ક્રિયામાં તમે યોગ્ય સમય નથી ગાળતા. સંવનનની ક્રિયામાં થોડો વધારે સમય ગાળશો તો ઉત્તેજના વધુ આવશે, કામેચ્છા પ્રબળ બનશે અને પરિણામે યોનિમાર્ગમાં ચીકાશ પણ યોગ્ય માત્રામાં પેદા થશે. શ્રેષ્ઠ એ છે કે તમે તમારી પત્નીને પૂછી જુઓ કે તને ક્યાં હાથ લગાવું તો વધુ ઉત્તેજના આવે છે કે ગમે છે.

એ પછી ત્યાં હાથ ફેરવવાથી તે ઉત્તેજિત થશે અને તેની યોનિમાં ચીકાશ પેદા થશે. આપણે ત્યાં ઘણાખરા પુરુષો પત્નીને ઉત્તેજિત કર્યા પહેલાં જ યોનિપ્રવેશ કરવાની કોશિશ કરે છે. એને લીધે યોનિમાર્ગમાં સૂકાપણુ હોવાને કારણે યોનિપ્રવેશ સમયે પત્ની દુખાવાની ફરિયાદ કરે છે. એનાથી તેની સંભોગ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય છે અને પતિ એમ સમજે છે કે મારી પત્ની ઠંડી છે. હકીકતમાં પતિએ પોતાની સંભોગ કરવાની રીત સુધારવાની જરૃર છે.

સંભોગ કર્યા પછી જો તમારી પત્ની તરત જ બાથરૃમ કરવા માટે ઊભી થઈ જતી હોય તો એનાથી ગર્ભ રહેવામાં કોઈ તકલીફ નથી થતી. જેલી કે કોઈ પણ તેલવાળો પદાર્થ આંગળી પર લઈને યોનિમાર્ગની ઉપર અને અંદરના અડધા ઈંચના ભાગમાં લગાવવો. એનાથી શિશ્નના યોનિપ્રવેશમાં સરળતા પડશે અને તમારી પત્નીને દુખાવા કે બળતરાની કોઈ ફરિયાદ પણ નહીં રહે. જો કે જેલી ક્રીમ લગાવવાથી શુક્રજંતુની ગતિ મંદ થવાની શક્યતા છે એટલે તમે બાળકનો પ્લાન કરો એ સમયે એનો ઉપયોગ ન કરવો.

Leave a Comment