Breaking News

યુવતીને ફેસબુક પર મળી ગયો એક રંગીલો મિત્ર, પણ જ્યારે યુવતી રીઅલ માં મળવા ગઈ તો મિત્રએ જબરદસ્તી બનાવી હવસ નો શિકાર…

મિત્રો આજના જમાનામાં આવા કિસ્સા બનવાએ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે. બોડેલીની 19 વર્ષની એક કોલેજીયન યુવતી સાથે ગામના જ એક યુવાને ફેસબુક ફ્રેન્ડ બનાવી ચેટિંગથી મિત્રતા વધારી હતી.

ઓનલાઇન મિત્રતા મોબાઇલ નંબર શેર કરીને રૃબરૃ મળવા સુધી પહોંચી હતી. છેવટે આ દગાબાજ ફેસબુક ફ્રેન્ડે યુવતી સાથે દુષ્કર્મ આચરી તેણીના નિર્વસ્ત્ર વિડીયો ઉતારી લઇ બ્લેકમેઇલ કરવાના પ્રયાસો કર્યા હતા. યુવતી છેલબટાઉ યુવાનના વશમાં ન થતાં તેણીના નગ્ન વિડીયો પ્રથમ તેની બહેનને મોબાઇલ પર વોટ્સએપ કર્યા ત્યારપછી ફેસબુક પર યુવતીના એકાઉન્ટને હેક કરી એ યુવતીના ફેસબુક પર જ એ નિર્વસ્ત્ર વિડીયો અપલોડ કરી દીધો હતો. આ મામલો વકરતા છેવટે બોડેલી પોલીસ મથકે પહોંચ્યો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટનામાં બોડેલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ. યુવતીએ સમગ્ર ઘટનાક્રમ પોલીસને જણાવી તેણીનો નિર્વસ્ત્ર વિડીયો જાહેર કરી દેવાની ધમકી આપી દૈહિક સંબંદો બનાવવાની સતત માગણીઓ કરનાર આ યુવાને તેણી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ હતી.

મિત્રો આ ઘટનામાં યુવાનના માતા પિતા વિરૃદ્ધ પણ પિડીતાએ આક્ષેપો કર્યા છે. યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ તેણીના ફેસબુક એકાઉન્ટ પર ધ્રુવ કામલીયા નામના યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે સ્વીકારતા વાતચીત શરૃ થઇ હતી. તેણે મોબાઇલ નંબર પણ લીધો હતો. ત્યારબાદ અવાર નવાર વોટ્સએપ પર મેસેજ કરી તેણી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતો હતો.

યુવતીએ મળવાની ના પાડી દીધી હતી. સતત એક મહીના સુધી મેસેજ કરી હેરાન કરતા યુવતી ધ્રુવ કામલીયાને મળવા ગઇ હતી. કોઇક એક સ્થળે તેણી યુવાનને મળી હતી અને હેરાન ન કરવા જણાવતા યુવાને તેણીને પસંદ કરતો હોવાનું કરી પ્રેમ સંબંધ રાખવા માગ કરી હતી. યુવતીએ તેનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેનો વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો અને મળવા નહીં આવે તો થયેલી વાતચીત યુવતીના માતા પિતાને જણાવી દઇશ અને તારૃ ભણવાનું બંધ કરાવી દઇશ તેમ જણાવતા યુવતી ડરી ગઇ હતી અને ધ્રુવના ઘરે ગઇ હતી.

વાતચીત કરી યુવતી પરત તેણીના ઘરે ચાલી આવી હતી. યુવાને ફરી તેણીને હેરાન કરવાનુ શરૃ કર્યુ હતું અને મળવા નહીં આવે તો તેણીના ઘરે અને આખા ગામમાં બંને વચ્ચે પ્રેમસંબંધ છે તેવી અફવા ફેલાવવાની ધમકીઓ આપી તેમજ ગાળો બોલી ધમકીઓ આપી હતી. ધ્રુવ કામલીયાએ યુવતીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી તેણીની ફેસબુક પ્રોફાઇલમાં યુવતીનો વસ્ત્રહીન વિડીયો અપલોડ કરી દીધો હતો. જેથી યુવતીના બેન અને મિત્રોના આ અંગે ફોન આવવા લાગ્યા હતા.

આ અંગે યુવતીના માતા પિતાએ ધ્રુવના ઘરે જઇ તેના માતા પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. તેમણે આ બાબતે તેઓ કંઇ જાણતા નથી તેમ કહી કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ગમે તેમ બોલી ધ્રુવ વિરૃદ્ધ પોલીસ કેસ કરશો તો જાનથી મારી નાંખીશ મારે બહુ ઓળખાણ છે તેવી ધમકીઓ આપી હોવાના આક્ષેપો કરાયા છે.

મિત્રો બીજો એક એવો કિસ્સો છે જે જામનગર રોડ પર રહેતી અને ધો. ૧૧માં અભ્યાસ કરતી સગીરા અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલો સત્યજીત સિંહ ઝાલા અવારનવાર મળતા હતા. સત્યજિત સગીરાને કારમાં બેસાડીને માધાપર ચોકડી બાયપાસ પાસેના પુલ નીચે લઈ ગયો અને વિદ્યાર્થિની પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. સત્યજીતે વિદ્યાર્થિનીને ધમકી આપીને કારમાંથી ઉતારી હતી કે, જો આ વાત કોઈને કરશે તો તેને મારી નાંખશે. એ પછી વિદ્યાર્થિનીએ પરિવારજનોને વાતની જાણ કરતા સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મિત્રો બીજો એક એવો કિસ્સો છે જેના વિશે તમને જણાવી રહયા છે જે દિલ્હીના કલ્યાણપુરી વિસ્તાર માં એક પરિણીત યુવકે અજાણી છોકરી ની ફ્રેન્ડ રીક્વેસ્ટ ને એક્સેપ કરી લીધી. તરત જ બંને માં ચેટિંગ શરૂ થઈ ગઈ. એકબીજાના નંબરોની આપલે કરીને ઓડિયો અને વિડિઓ કોલ કરવા લાગ્યા.

મિત્રો આ મામલો ત્યાં સુધી વધી ગયો હતો કે ફોન થી જ બંને તરફ થી અશ્લીલ કૃત્યો શરૂ થવા લાગ્યા. આ પછી અચાનક મહિલાએ કપટપૂર્વક યુવક નો અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો અને તેને બ્લેકમેલ કરી અને મોટી રકમ ની માંગ કરી. પૈસા ન આપ્યા તો યુવક નો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. જ્યારે આખી વાત યુવક ને સમજમા આવી ત્યારે તેણે પોલીસ ને આ બાબતની જાણ કરી.

મળતી માહિતી પ્રમાણે તપાસ કરવા આવી છે. કલ્યાણપુરી પોલીસે ગુનો નોંધી આરોપી ની તપાસ શરૂ કરી દીધી. પોલીસ ના જણાવ્યા મુજબ, સચિન પરિવાર સાથે ત્રિલોકપુરી વિસ્તાર માં રહે છે. તે એક ખાનગી કંપની માં નોકરી કરે છે. ગયા ગુરુવારે તેના ફેસબુક એકાઉન્ટ પર પાયલ ગુપ્તા નામ ની ફ્રેન્ડશીપ રિકવેસ્ટ આવી. પાયલ નો ફોટો જોઇને સચિન ખુબ પ્રભાવિત થયો.

તેણે તરત જ યુવતી ની ફ્રેન્ડશીપ રિકવેસ્ટ એક્શેપ કરી લીધી. થોડા સમય પછી એ યુવતીએ સચિન સાથે ચેટીંગ શરૂ કરી દીધી. બંને એ એકબીજા ના મોબાઇલ નંબર પણ લઇ લીધા. આ પછી તેને વોટ્સએપ પર પણ ઘણી બધી ચેટ કરી. બંને થોડી વાર માં એટલા ગાઢ મિત્રો બની ગયા કે બંનેએ વીડિયો કોલ પર અશ્લીલ કૃત્ય પણ કરી લીધા. બધું થઈ ગયા પછી તરત જ યુવતીએ સચિન ના મોબાઇલ પર એક વીડિયો મોકલ્યો. વીડિયો માં સચિનની અશ્લીલ હરકતો ને રેકોર્ડ કરવામાં આવી હતી.

આ વીડિયો ને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ધમકી આપીને સચિન પાસે થી ​​ભારે મોટી રકમ માંગવામાં આવી. પોતાનો વીડિયો જોઇને જ સચિન ના તો હોશ જ ઉડી ગયા. તેણે ચેટિંગ દ્વારા આરોપી પાસેથી થોડો સમય માંગ્યો અને આ બાબત ની જાણ એમણે તુરંત પોલીસ ને કરી દીધી.

તપાસ બાદ તુરંત જ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી ની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ ને શંકા થઇ રહી છે કે આ સમગ્ર ઘટના પાછળ એક સંગઠિત ગેંગ નો હાથ હોઈ શકે છે. પોલીસ તકનીકી સર્વિલાંસ ની મદદ થી આરોપીઓ ની શોધ કરી રહી છે. આ દરેક ઘટના ની પોલીસ ની તપાસ ચાલુ છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

About bhai bhai

Check Also

ત્રેતા યુગ માં પણ હતો આ વ્યક્તિ પાસે મોબાઈલ,વૈજ્ઞાનિકો એ પણ માન્યું..શુ તમને ખબર છે કોની પાસે હતો?…

ત્રેતા યુગ માં પણ શુ ? મોબાઇલ યંત્રો હતા. વિજ્ઞાનિક નો દાવો છે જાણો આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *